Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વેક્સ ઓઇલ કંપની કોઈ કારણોસર આગમાં બળીને ખાખ, ત્રણ કલાક બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો

ભરૂચ ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ભરૂચ GIDC વિસ્તારની વેક્સ ઓઇલ કંપનીના 2 ગોડાઉનનો આગની લપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આકાશમાં ઊંચે સુધી ધુમાડા ના ગોટે ગોટા ઉપર સુધી પહોંચતા સમગ્ર વાદળ ઘેરાયું હતું આગના પગલે આજુબાજુની કંપનીના લોકો તથા વિસ્તારના લોકોના ટોળેટોળા એકત્ર થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી ત્રણ કલાક બાદ આગ ઉàª
વેક્સ ઓઇલ કંપની કોઈ કારણોસર આગમાં બળીને ખાખ  ત્રણ કલાક બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો
Advertisement

ભરૂચ ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ભરૂચ GIDC વિસ્તારની વેક્સ ઓઇલ કંપનીના 2 ગોડાઉનનો આગની લપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આકાશમાં ઊંચે સુધી ધુમાડા ના ગોટે ગોટા ઉપર સુધી પહોંચતા સમગ્ર વાદળ ઘેરાયું હતું આગના પગલે આજુબાજુની કંપનીના લોકો તથા વિસ્તારના લોકોના ટોળેટોળા એકત્ર થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી ત્રણ કલાક બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.

ભરૂચ GIDC વિસ્તારમાં આવેલ ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં ઝેબશન ફ્રુડ પાસે આવેલી વેક્સ ઓઇલની ફેક્ટરીમાં કોઈ કારણસર આગ ફાટી નીકળતા સમગ્ર ફેક્ટરીના ગોડાઉનનો આગની લપેટમાં આવી ગયા હતા અને જો જોતામાં બે ગોડાઉનનો માં રહેલો લાખો લિટર ઓઇલ સામગ્રી અને મશીનરી આગની લપેટમાં આવી ગઈ હતી અને ઓઇલના ડ્રમ અને કારબા આગની લપેટમાં આવતા ધૂમ ધડાકા સાથે આજુબાજુની કંપનીના લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો હતો સ્થાનિકોએ પણ ફાયર ફાઈટરને જાણ કરી હતી પરંતુ આગના ૧૫થી ૨૦ મિનિટ બાદ ફાયર ફાઈટર સ્થળ ઉપર દોડી આવ્યું હતું અને સતત પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા આગ કેટલી ભયંકર હતી કે ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓની જીઆઇડીસીમાંથી પણ ફાયર ફાઈટરને બોલાવવાની ફરજ પડી હતી
વેક્સ ઓઇલ ફેક્ટરીની વિકરાળ આગના કારણે આજુબાજુની કંપનીના લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો હતો અને જે કંપનીમાં આગ લાગી હતી તેમાં મોટા પ્રમાણમાં જ્વેલન્સીલ ઓઇલ હોવાના કારણે આજુબાજુના લોકોની પણ ચિંતામાં વધારો થયો હતો કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા અને લગભગ ત્રણ કલાક બાદ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરતાં સંપૂર્ણ રીતે ત્રણ વાગ્યા સુધીમાં આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરને સફળતા પ્રાપ્ત થતા ની સાથે જ સ્થાનિકોએ પણ હાસ્કારો અનુભવ્યો હતો. આગ કયા કારણોસર લાગી છે કેટલું ઓઇલ સહિત કેટલું નુકસાન થયું છે તે સંપૂર્ણ માહિતી મેળવવાની કવાયત ચાલી રહી હોવાની માહિતી ભરૂચ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટએ જણાવ્યું હતું
કેટલાક વાગે આગ લાગી અને કયું તંત્ર સ્થળ ઉપર કયા સમયે પહોંચ્યું..
  • બપોરે ૧૨ : ૦૫ કલાકે આગ લાગી.
  • બપોરે ૧૨ : ૦૭ એ લોકોના ટોળા એકત્ર થયા.
  • બપોરે ૧૨ : ૧૦ એ સૌ પ્રથમ મીડિયા પહોંચ્યું.
  • બપોરે ૧૨ : ૨૦ ફાયર ફાયટર પહોંચ્યું..
  • બપોરે  ૦૧ :૦૫ એ મામલતદારની ટીમ સ્થળ ઉપર પહોંચ્યું
  • બપોરે ૧ : ૧૫ બાદ ૧૫થી વધુ આવેલા ફાયર ફાયટરો પાણી પૂરું થતાં પુનઃ બંબા ભરાવા ગયા.
  • બપોરે ૧ : ૧૫ બાદ પણ આગ કાબુમાં ન આવી
  • બપોરે ૦૨ : ૦૦ વાગ્યાના અરસામાં આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી.
  • બપોરે ૦૩ : ૦૦ વાગ્યાના અરસામાં સંપૂર્ણ આગ ઉપર કાબુ લેવાયો.
  • બપોરે ૦૩ : ૩૦એ કંપનીમાં કેવી રીતે લાગી આગ તે અંગેની માહિતી મેળવવાના પ્રયાસો કર્યા
કયા કયા સ્થળેથી ફાયર ફાઈટરના બંબા પહોંચ્યા.
  • ભરૂચ જીએનએફસી ફાયર ફાઈટર..
  • ગેલ ઇન્ડિયા લિમિટેડ કંપનીનું ફાયર ફાઈટર
  • ભરૂચ નગરપાલિકા ફાયર ફાઈટર
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ કંપની ફાયર ફાઈટર
  • જીઆઇડીસી પાનોલી ફાયર ફાઈટર
ગુજરાત રાજ્ય અગનીશમાન સેવા ફાયર ફાઇટર.. અંદાજિત ૩૦થી વધુ ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે
ભરૂચ નગરપાલિકાનું જ્યોતિ નગર નજીકનું ફાયર સ્ટેશન લોકાર્પણ બાદ પણ સાધનો વિના શોભાના ગાંઠિયા સમાન..
પૂર્વ પટ્ટી વિસ્તારમાં આગની દુર્ઘટના ઘટે તો સ્થળ ઉપર સમયસર ફાયર ફાઈટર પહોંચે તે માટેના ભરૂદ નગરપાલિકા દ્વારા જ્યોતિનગર નજીક બે વર્ષ પહેલા ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવ્યું હતું અને ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પરંતુ નગરપાલિકા પાસે સાધન ખરીદવા માટે રૂપિયાનો અભાવ હોવાની ચર્ચા વચ્ચે સમગ્ર ફાયર સ્ટેશન બે વર્ષથી લોકા પણ બાદ પણ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે
વેક્સ ઓઇલ ફેક્ટરીમાં શું પૂરતા ફાયર સેફટીના સાધનો હતા ખરા..? ફાયર એનઓસી હતી..?
જ્યારે કોઈ કંપનીમાં આગની દુર્ઘટના ઘટે ત્યારે કંપનીમાં રહેલા ફાયર સાધનો કામ લાગતા નથી પરંતુ તાજેતરમાં ભરૂચ ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં વેક્સ ઓઇલ ફેક્ટરીમાં આગની ઘટના ઘટી હતી જેમાં ફાયર સેફ્ટીના સાધનો સામે સવાલો ઉભા થયા છે શું આ ફેક્ટરી પાસે ફાયર એનઓસી હતી ખરી..? આગની દુર્ઘટના લાગે તો કર્મચારીઓ સમયસર બહાર નીકળી જાય તેવી સુવિધા હતી ખરી..? આટલા મોટા પ્રમાણમાં ઓઇલનો જથ્થો રાખવાના કારણે આગની મોટી દુર્ઘટના ઘટે હોવાનો જવાબદાર કોણ જેવા અનેક સવાલો ઊભા થઈ ગયા છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×